Drawing Competition at Godhra by Saptak Group

Drawing Competition at Godhra by Saptak Group  (4)

સપ્તક ગોધરા દ્વારા તારીખ ૧૫-૩-૨૦૧૫ના રોજ શહેરની મધ્યમાં આવેલા સાર્વજનિક ઉદ્યાન નહેરુબગમાં કુદરતી વાતાવરણની વચ્ચે ચિત્રસ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ૧૭૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

કાગળઉપર પોતાના સપના કંડારવાની બાળકોમાં રહેલી કળાને ઉજાગર કરીશકાય તેવા હતુથી તથા ચિત્રકળાના રશીકો માટે ચિત્રોત્સવનું આયોજન સપ્તક ગોધરાના પ્રમુખ શ્રી અને કલેકટર શ્રી પંચમહાલ મા. પી. ભારથીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રવિવારની સવારે સપ્તક દ્વારા આયોજિત ચિત્રસ્પર્ધામા ભાગ લેવા માટે સહેરની સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉમટી પડ્યા હતા. જેઓએ ખુલ્લા આકાશની નીચે બેસી ખુલ્લા મને કાગળ પર પોતાના સપનાનું રેખાંકન કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં એક સાથે ચિત્રોમાં રંગ પૂરતા સ્પર્ધકોને જોવા માટે ગોધરાના નગરજનો પણ આવી પહોચ્યા હતા. આજના બાળકો એ તેમની કલ્પનાઓને કાગળ પર ઉતારી દરેકને મંત્ર મુગ્ધ કરીદીધા હતા.

સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાંત અધિકારી શ્રી હર્ષદ વોરા ખાસ ઉપસ્થતિ રહ્યા હતા. તેઓના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધકોએ જણાવ્યું હતું કે અહી અમારી અમારી કળાને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ અમને મળ્યું છે. સપ્તકના કાર્યકારી પર્મુખ ડો. સુજાત વલીએ જણાવ્યું હતું કે ગોધરામાં અલગ અલગ ધર્મ, સમાજ અને અલગ અલગ ઉંમરના આટલાબધા લોકો એક સાથે બેસી સપ્તક આયોજિત આ સ્પર્ધામાં ભાગ લીધો છે તે ગોધરા સહેર માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેઓએ જણાવ્યું હતું કે સપ્તક દ્વારા નગરજનો માટે હવેથી વર્ષમાં બે વખત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ચિત્ર સ્પર્ધાના વિજેતાઓની યાદી

વિભાગ ૧ (ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ)

પ્રથમ :- અનમોલ પટેલ

દ્રિતિય:- હિશંગ ગજ્જર

તૃતીય:- વૈભવી બારિયા

વિભાગ ૨ (ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ)

પ્રથમ :- મહેર મુલચંદાની

દ્રિતિય:- ક્રિશ્ના ગોસાઈ

દ્રિતિય:- જશ ક્રિશ્નાની

તૃતીય:- ઓમ પંચોલી

વિભાગ ૩ (ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ)

પ્રથમ :- પ્રથમ ગજ્જર

દ્રિતિય:- અરબાઝ શેખ

તૃતીય:- શ્રેયાંસ વરિયા

વિભાગ ૩ (ઓપન)

પ્રથમ :- નબીલ કલંદર

દ્રિતિય:- દીપા ક્રિશ્નાની

તૃતીય:- કિંજલ શાક્ય