Artist of Godhra

Untitled-2

દિનેશચંદ્ર એમ. ભટ્ટ

એમ. એ. બી. એડ

નિવૃત પ્રિન્સિપાલ

નુતન હાઇસ્કુલ પટેલવાડા, ગોધરા [ઈ.સ. ૧૯૮૬ થી ૨૦૦૦]

પી. કે. એસ. હાઇસ્કુલ ડેરોલ સ્ટેશન, તા. કલોલ [૨૦૦૦ થી ૨૦૦૪]

અભ્યાસના વિષયો      અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ

રસના વિષયો           સંગીત વિશારદ [પ્રથમ વર્ગ]

ગાયક- સ્વર નિયોજક

ઉપલબ્ધિઓ     આકાશવાણી વડોદરા અને ગોધરામાં વિવિધ વિષયો પર વાર્તાલાપો.

શૈક્ષણિક સામયિકોમાં શિક્ષણ વિષયક લેખો.

કવિ –ગઝલકાર

અન્ય ઉપલબ્ધિઓ      (૧) પ્રમુખ -પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ [૨૦૦૦ થી ૨૦૦૪]

(૨) પ્રમુખ –પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ – સંકલન સમિતિ [૨૦૦૦ થી ૨૦૦૪]

(૩) ચેરમેન–પંચમહાલ જિલ્લા માધ્યમિક શાળા સંઘ–પરીક્ષા સમિતિ[૧૯૮૯ થી ૨૦૦૪]

બહુમાન      (૧) શ્રેષ્ઠ શિક્ષક ગોધરા -રોટરી કલબ

(૨) શ્રેષ્ઠ આચાર્ય -પંચમહાલ જિલ્લા મ્ધ્યામિક શાળા સંઘ

(૩) Achivement Award – Aastha Multimedia Godhra

(૪) Achivment Award for rendering yomon service in the sield of music, Litrature and Education By SAPTAK GODHRA 2012-13

મુક્તક

જીગરનું ખુન સીંચીને અમે ઉપવન સજાવ્યાં છે.

હાજરો આંધીઓમાં પણ અમે દીપક જલાવ્યા છે.

મળી આફત ભલે અમને બનીને પહાડ મારગમાં

અમે તો પથ્થરો તોડી સદા ઝરણા સજાવ્યાં છે.

ગઝલ

છાયી ઘટા ધન વરસે ઝરમર

ભીંજે ધરતી હૈયું તરબર.

 

છો ટપકે અંધારું નભથી

પ્રગટ્યો દીવા ઝળહળ ઝળહળ.

 

ફૂલ ના લાગણીઓના વેરો

બુત બધાં છે સંગેમારમાર.

 

યાદ છે ક્યાં કૈ હિસાબ બાકી

માંડ કર્યું એક ખાનું સરભર.

 

જીવનની સંધ્યાએ પહોચી

ચાલ ફરીથી રમીએ ઘર ઘર.

 

અમે ઉઠીશું આ મહેફિલથી

દાદ ટપકશે આંખથી ઝર ઝર.