About Godhra city

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા

 મેશરી નદીના કિનારે આવેલું ગોધરા શહેર પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે. ૨૦.૦૮ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલું ગોધરા શહેર મુંબઈ, વડોદરાઅને દિલ્હી રેલ્વે જંકશનો સાકળે છે.

 ગોધરા શહેરના નામ સાથે એક કથા વણાયેલી છે તે મુજબ ભૂતકાળમાં ગુર્જર પ્રદેશની રાજધાની ચાંપાનેર હતી ત્યારે ચપનેરથી ગાયો છેક ગોધરાની ભૂમિઉપર ચારો ચરવા આવતી હતી. તેથી ગૌચારનો પ્રદેશ “ગોધ્રહક” અને પાછળથી અપભ્રંશ થઈને “ગોધરા” તરીકે ઓળખાયુ.

 નગર ઈ.સ. ૭૪૬-૧૨૯૮ના સમય ગાળાના રાજપૂત રાજવી અણહિલવાડના તાબા નીચે હતું દરમ્યાન વેપાર અને રાજકીય પ્રવૃતિઓ માટે ગોધરાએક અગત્યનું કેન્દ્ર હતું. ઈ.સ. ૧૪૮૦ના સમય ગાળામાં સુલતાન મહંમદ બેગડો પ્રદેશ ઉપર રાજ કરતો હતો. તેના પાચ વિભાગના મુખ્ય મથકોમાંગોધરાને પસંદ કર્યું હતું. ઈ.સ. ૧૭૭૦-૧૮૫૩મા સિંધીયાએ પણ ગોધરાને મુખ્ય મથકના વિભાગોમાં એક વિભાગ તરીકે ચાલુ રાખ્યો હતો. શહેરમાં૧૮૭૬થી મ્યુનિસીપાલીટી અમલમાં આવેલ છે.

 ગોધરા શહેરની ભૂમિ સંતભુમી પણ છે. લગભગ ૪૭૫ વર્ષો પૂર્વે પુષ્ટિમાર્ગના સંતશિરોમણી પ્રાતઃસ્મરણીય શ્રીમદ વલ્લભાચાર્યજીએ સપ્તાહની બેઠક યોજીવૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોને ધર્મોપદેશ કરેલો અને તે સ્થળ એટલે રાણા વ્યાસ નામના એક દરિદ્ર બ્રાહ્મણનું નિવાસ્થાન. બેઠક વર્ષો સુધી અપ્રગટરહેલી. ૨૫ વર્ષ પૂર્વ સ્થળ વેચાણ રાખનાર એક મુસ્લિમ સદગૃહસ્થની પુત્રીને સ્વપ્નમાં ઈતિહાસની જાણ થતા તે મુસ્લિમ સદગૃહસ્થે તે જગ્યા વૈષ્ણવોનેસુપરત કરી અને વૈષ્ણવ સંપ્રદાયને કુલ ૮૪ બેઠકો પૈકી અપ્રગટ થયેલી બેઠકનું પ્રાગટ્ય થયું.

 ગોધરા નગરએ નારેશ્વરના સંત તરીકે ખ્યાતિ પામનારા પ્રાતઃસ્મરણીય શ્રી રંગઅવધૂત મહારાજની જન્મભૂમી પણ છે. ગોધરા શહેરની મધ્યમાં આવેલારામસાગર તળાવના પશ્ચિમ કિનારે શ્રી વિઠ્ઠલ મંદિર નામના સ્થાનક ઉપર પૂજ્યશ્રીના માતા-પિતા મહારાષ્ટ્ર થી સેવા પૂજા અર્થે આવેલા સ્થળે સને૧૮૯૮માં જન્મ લેનાર શ્રી પાંડુરંગ નામનો બાળક જગવિખ્યાત શ્રી રંગઅવધૂત બની ભારતવર્ષમાં નહી પરંતુ પશ્ચિમના દેશોના જ્ઞાનપિપાસુ આગંતુકોમાંપણ આકર્ષણનું નિમિત્ત બનેલ છે. સને ૧૯૧૭માં પૂ. મહાત્મા ગાંધીજીના અધ્યક્ષ પદે રાષ્ટ્રીય આઝાદીની ઘોષણા ગોધરા ખાતેની પ્રથમ રાજકીયપરિષદમાં કરવામાં આવી હતી. જિલ્લાની આદિવાસી અને દલિતોની સેવા દ્વારા તેઓના ઉત્થાન માટે શ્રી ઠક્કરબાપાએ ગાંધી આશ્રમની સ્થાપના શહેરમાં કરી, સ્થળે પૂ. મહાત્માજી પોતાની પ્રાર્થના કરતા હતા. સ્વ. માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ પોતાના જીવનની કારકિર્દી-સનદીનોકરીએ શહેરમાંથી શરૂ કરી હતી. શૈક્ષણિક ક્ષેત્રે શહેરના પનોતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી મણીલાલ મહેતાનું આગવું પ્રદાન રહેલું છે.

 પાંચમી સદીના પુરાવાને ધ્યાને લેતા ગોધરા નગર પૌરાણિક અને ગણના પાત્ર નગર હશે. ગોધરા અથવા ગોધહક એવા ઉલ્લેખમાં Brass piate માં થયેલોછે. કાળ ક્રમે અપભ્રંશ થઈને આજે ગોધરા તરીકે ઓળખાય છે. ઈ.સ. ૭૪૬-૧૨૯૮ના સમય વખતે રાજપૂત વંશના શાસન દરમ્યાન ચાંપાનેર રાજકીય અનેવેપારીક પ્રવૃતિઓનું કેન્દ્ર હતું. પછી મોઘલ કાળમાં ગુજરાતના વહીવટી કેન્દ્રોમાંનું એક કેન્દ્ર ગોધરા હતું મહોમદ બેગડો (ઈ.સ. ૧૪૮૦) ના શાસનકાળમાં, પછી બ્રિટિશરોના સમયે અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારત સરકારના શાસન હેઠળ મથક બન્યું. ગોધરા નગરપાલિકાની સ્થાપના ઈ.સ. ૧૮૭૬ માં થઇહતી, તે પરથી પૌરાણિકતાનો ખ્યાલ આવશે.

મેશરી નદીના કિનારે વસેલું નગર ગોધરા આજે વિકસિત નગરની હરોળમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે. પંચમહાલ જિલ્લોપાંચમહાલોનો પ્રદેશ હોવાથી તે પંચમહાલ તરીકે ઓળખાય છે. પરંતુ જિલ્લામાંથી દાહોદ જિલ્લો અલગ અસ્તિત્વમાં આવતા પ્રદેશના બે મહાલો દાહોદઅને ઝાલોદનો હવે નવરચિત દાહોદ જિલ્લામાં સમાવેશ થયો છે. મધ્ય ગુજરાતમાં આવેલું સુપ્રસિદ્ધ અને વર્લ્ડ હેરીટેજ ખ્યાતિ ધરાવતું ચાંપાનેર અને જ્યાંમાં મહાકાળી માતા ભક્તિ-શક્તિ તથા આરાધના સાથે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર પાવાગઢ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે. ઉપરાંત જિલ્લામાંઠંડાગરમ પાણીના ઝરા(કુંડ), કલેશ્વરી નાળ, મરડેશ્વર મહાદેવ, માનગઢહીલ, ધાબાડુંગરી, ગુપ્તેશ્વર મહાદેવ વગેરે સ્થળો આવેલા છે.

સને ૧૯૧૭ માં પૂજ્ય મહાત્મા ગાંધીજીના ગોધરામાં પ્રથમ આગમને પ્રથમ રાજકીય પરિષદ ગોધરામાં ભરી દેશની આઝાદીની લડત માટે લોકોને જાગૃતકર્યા પરંતુ અહીં આદિવાસી-દલિત લોકોની પરિસ્થિતિ અને દરૂણતા જોઈ તેઓ આકુળ-વ્યાકુળ બની ગયા અને પૂ.બાપુએ વિસ્તારની જવાબદારીઠક્કરબાપાને સોપી અને તેમના માર્ગદર્શન હેઠળ એક પછી એક સેવકો સેવાયજ્ઞમાં જોતરાયા. જેમાં સર્વશ્રી મામા સાહેબ ફડકે, લક્ષ્મીદાસ શ્રીકાંત સેઠ,ડાહ્યાભાઈ નાયક, વામનરાવ મુકદમ, માણેકલાલ ગાંધી અને બીજા ગાંધીવાદી વિચાર ધારા સાથે અનેક લોકો જોડાયા અને જનતાની સેવામાં લાગ્યા.તેમના પ્રયત્નો અને કાર્યથી લોકો જોડાયા અને જનતાની સેવામાં લાગ્યા. તેમના પ્રયત્નો અને કાર્યથી લોકોમાં જાગૃતિ આવી.

આજે કુલ ૧૧ તાલુકા, નગરપાલિકાઓ અને ૭૧૭ ગ્રામપંચાયતો તથા ૧૨૦૬ ગામડાનો બનેલો પંચમહાલ જિલ્લો છે. જિલ્લાની કુલ વસ્તી૨૩૮૮૨૬૭ છે.

પંચમહાલની આદિજાતિ  સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ રીત-રીવાજો નોખા અને નિરાળા છે. આટ-આટલા વૈશ્વિક પરિવર્તનો સાંસ્કૃતિક આક્રમણો વચ્ચે પણ પોતાનીસાંસ્કૃતિક અને રીત-રિવાજોને અકબંધ રાખ્યા છે અને જાતન કર્યું છે. જે એની ગરીમા છે-ઓળખ છે.

પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકામાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી તથા અન્ય ધર્મોના લોકો પણ રહે છે. વિસ્તારના લોકો મોટે ભાગે ખેતી, વેપાર, ધંધો-રોજગાર અને પશુપાલન તથા વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરે છે. અને અહીં વનરાજી અને કુદરતી સૌંદર્યનો લખલુટ ખજાનો છે. તેમજજોવાલાયક સ્થળો છે.

godhra city pictures godhranagar (1) godhra city pictures godhranagar (2) godhra city pictures godhranagar (3) godhra city pictures godhranagar (4) godhra city pictures godhranagar (5) godhra city pictures godhranagar (6) godhra city pictures godhranagar (7) godhra city pictures godhranagar (8) godhra city pictures godhranagar (9) godhra city pictures godhranagar (10) godhra city pictures godhranagar (11) godhra city pictures godhranagar (12) godhra city pictures godhranagar (13) godhra city pictures godhranagar (14) godhra city pictures godhranagar (15) godhra city pictures godhranagar (16) godhra city pictures godhranagar (17) godhra city pictures godhranagar (18) godhra city pictures godhranagar (19) godhra city pictures godhranagar (20) godhra city pictures godhranagar (21) godhra city pictures godhranagar (22) godhra city pictures godhranagar (23) godhra city pictures godhranagar (24) godhra city pictures godhranagar (25) godhra city pictures godhranagar (26) godhra city pictures godhranagar (27) godhra city pictures godhranagar (28) godhra city pictures godhranagar (29) godhra city pictures godhranagar (30) godhra city pictures godhranagar (31)

 ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરૃપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી.

વિક્રમ સંવત 1274માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. 20મી સદીની શરૃઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.

ઇ.સ. ૨૦૦૨માં અહીં માનવીઓ ના મોટા ટોળાએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું છે. આ અનિચ્છનીય અને દુખદ ઘટના રહી હતી.આ ઘટના અમાનવીય હતી.

 

godhra city  (1)

godhra city  (2)

godhra city  (3)

godhra city  (4)

godhra city  (5)

:=> Godhra is a town and originally the name came from gou which means “cow” and dhara which has two meanings: one in Sanskrit which means “hold” or “land” and the other in Hindi which means “flow”. So, identically it means The Land of the Cow, a municipality in Panchmahal district in Indian state of Gujarat.
It is the administrative headquarters of the Panchmahal district. I am a text block. Click on me to drag me around or click a corner handle to resize me. Click the settings icon (it’s the left one, looks like a cog) to change this text. You can type new text into me or cut and paste text from somewhere else. Click outside of me when you’re done and any changes will be saved.